MORBI:મોરબીના માનસરમાં વિશ્વ પર્યાવરણ દિવસ સપ્તાહની ભવ્ય ઉજવણી: ૭૦૦૦ વૃક્ષોના વાવેતર અભિયાનનો શુભ પ્રારંભ







MORBI:મોરબીના માનસરમાં વિશ્વ પર્યાવરણ દિવસ સપ્તાહની ભવ્ય ઉજવણી: ૭૦૦૦ વૃક્ષોના વાવેતર અભિયાનનો શુભ પ્રારંભ


વિશ્વ પર્યાવરણ દિવસ સપ્તાહ નિમિત્તે માનસર ગ્રામ પંચાયત દ્વારા પ્રકૃતિની જાળવણી અને પર્યાવરણ સુરક્ષા કાજે એક પ્રશંસનીય અને ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વન વિભાગના વિશેષ સહયોગથી સમગ્ર ગામમાં ૭૦૦૦ વૃક્ષોના વાવેતર અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે, જે ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવા તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ આ ગ્રીન અભિયાનનો પ્રારંભ ગામના અગ્રણીઓ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે:શ્રી જીતેન્દ્રભાઇ ઠોરીયા (સરપંચ શ્રી, માનસર ગ્રામ પંચાયત)શ્રી સતીશભાઈ મેરજા (સભ્ય શ્રી, જિલ્લા પંચાયત) શ્રી મિહિરભાઇ ડાંગર (તલાટી કમ મંત્રી શ્રી) હાજર રહેલા તમામ મહાનુભાવોએ સ્વહસ્તે વૃક્ષારોપણ કરીને આ સત્કાર્યને વેગ આપ્યો હતો અને ગ્રામજનોને પણ આ મોહિમમાં જોડાવા આહવાન કર્યું હતું.હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણ તરફ મક્કમ પગલું”વૃક્ષો એ ધરતીનું ઘરેણું છે. માત્ર વૃક્ષો વાવવા એટલું પૂરતું નથી, પરંતુ તેનું જતન કરવું એ પણ આપણી નૈતિક ફરજ છે.”
માનસર ગ્રામ પંચાયત અને વન વિભાગના આ સંયુક્ત પ્રયાસને સ્થાનિક લોકોએ બિરદાવ્યો છે. આગામી દિવસોમાં આ ૭૦૦૦ વૃક્ષોના ઉછેર સાથે માનસર ગામ પર્યાવરણના નકશા પર એક આદર્શ અને હરિયાળું ગામ બનીને ઉભરી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ અભિયાનમાં ગામના યુવાનો અને ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.




