GUJARAT:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે પરિવાર સાથે કર્યું મતદાન; નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ





GUJARAT:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે પરિવાર સાથે કર્યું મતદાન; નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. આ લોકશાહીના પર્વમાં સહભાગી થતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવાર, ૨૬ એપ્રિલના રોજ અમદાવાદના શીલજ ખાતે આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી આજે સવારે પોતાના પરિવારજનો સાથે શીલજ મતદાન મથકે પહોંચ્યા હતા. સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને તેમણે લોકશાહી પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે પોતાની આંગળી પરનું અમિટ શાહીનું નિશાન પણ ગર્વભેર દર્શાવ્યું હતું.
મતદાન કર્યા બાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં મતદાન એ માત્ર અધિકાર નથી પણ એક પવિત્ર ફરજ છે. તેમણે રાજ્યના તમામ મતદારોને સંબોધતા કહ્યું કે:
“લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ. હું સૌ મતદારોને વિનંતી કરું છું કે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે પવિત્ર મતદાનની ફરજ અદા કરી નાગરિક કર્તવ્ય નિભાવે.”




