BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે ગુરુપૂર્ણિમા દિન ની ઉજવણી કરવામાં આવી

10 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે ગુરુપૂર્ણિમા દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગની શુભ શરૂઆત પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના અધ્યાપકશ્રી દ્વારા ગુરુપૂર્ણિમા વિશે પ્રાસંગિક ઉદબોદન કરી ગુરુ શિષ્યના સંબંધને ઉજાગર કરવામાં આવ્યો હતો. તથા આદિ અનાદિ કાળથી ચાલ્યા આવતા ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ વિશે વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય આપી ભજન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજમાં નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તથા મો મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. સાથે સાથે કોલેજની વાર્ષિક રૂપરેખા રજૂ કરતો વિડિયો પ્રસ્તુત કરી આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિકાસ ગાથાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. અંતમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના શુભાશિષ પાઠવી તથા વિદ્યાર્થીઓને અલ્પાહાર આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!