GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર જડેશ્વર નજીક આવેલી નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઈ

 

WAKANER:વાંકાનેર જડેશ્વર નજીક આવેલી નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઈ

વાંકાનેર:

અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે મહર્ષિ વેદ વ્યાસજીના જન્મજયંતીના પાવન પર્વે વાંકાનેર તાલુકાના જડેશ્વર ધામ નજીક સ્થિત નવા કોઠારીયા પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમાની અત્યંત ઉત્સાહભેર અને ભાવભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકો દ્વારા ગુરુજનો પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરતા તમામ શિક્ષકોનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાનું વાતાવરણ ગુરુભક્તિમય બની ગયું હતું.

ત્યારબાદ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાના મહત્વ, ગુરુ-શિષ્યની પરંપરા અને જીવનમાં ગુરુના સ્થાન અંગે પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કર્યા હતા. બાળકોના આત્મવિશ્વાસ અને રજૂઆતને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી.

કાર્યક્રમના અંતે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ગુરુનો મહિમા સરળ અને પ્રેરણાદાયી શબ્દોમાં સમજાવવામાં આવ્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતું કે જીવનના સાચા માર્ગદર્શન અને સર્વાંગી વિકાસ માટે ગુરુના આશીર્વાદ અને મૂલ્યો અનિવાર્ય છે. શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓના ઉત્સાહભેર સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!