GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ સ્વ.પુનરવસુભાઈ રાવલની પુણ્ય સ્મૃતિમાં પ્રવેશ દ્વારનું ભુમિપુજન કરાયું

Halvad:હળવદ સ્વ.પુનરવસુભાઈ રાવલની પુણ્ય સ્મૃતિમાં પ્રવેશ દ્વારનું ભુમિપુજન કરાયું

હળવદની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા શુભ આશયથી સ્વ.પુનરવસુભાઈ એચ રાવલની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્રો મનીષભાઈ અને કેદારભાઈ રાવલ દ્વારા હળવદના સર્વનગરજનોના શુભ આશીર્વાદથી ભવ્યતિભવ્ય નવ નિર્મિત આકર્ષણ પ્રવેશદ્વારનું ભુમિ પુજન કરવામાં આવ્યું હતું,જે અંદાજિત ૧૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

જેનું ભૂમિ પૂજન તેમના પુત્ર મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હળવદ સ્વામિનારાયણ મંદિર મહંત ભકિતનંદન સ્વામી, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી મહારાજ, હળવદ નાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,વેપારીના મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, મોરબી જિલ્લા ડીજીપી વિજયભાઈ જાની, અગ્રણી બિલ્ડર દીપકભાઈ જોશી,દાદભાઈ ડાંગર,ડો અનીલભાઈ પટેલ, રમેશભાઈ ભગત, ધનશ્યામભાઈ દવે,તેમજ હળવદ ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા,હળવદ પીઆઇ આર ટી વ્યાસ, મામલતદાર સહિતના અધિકારીઓ,રાજકીય આગેવાનો, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button