Halvad:હળવદના ધૂળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરી: ૭૫ હજારની મત્તાની ચોરી




Halvad:હળવદના ધૂળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરી: ૭૫ હજારની મત્તાની ચોરી

હળવદ: તાલુકાના ધૂળકોટ ગામે આવેલ સુપ્રસિદ્ધ શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને માતાજીના સોના-ચાંદીના ઘરેણાં અને છતરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોર ઈસમો અંદાજે રૂપિયા ૭૫,૦૦૦ ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે.

ધૂળકોટ ગામના રહેવાસી અર્જુનસિંહ હરભમજી જાડેજા (ઉ.વ. ૪૯) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ચોરીની ઘટના ગત ૧૭ માર્ચની રાત્રીથી ૧૮ માર્ચની સવાર દરમિયાન બની હતી. તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ મંદિરને નિશાન બનાવ્યું હતું.ચોર ઈસમો મંદિરમાંથી દાગીના ચોરી ગયા છે:ચાંદીના છતર (નાના-મોટા) આશરે ૭૦ નંગ રૂ. ૪૫,૦૦૦ (મુગટ સાથે) ચાંદીનો મુગટ ૦૧ નંગ (કુલ વજન દોઢ કિલો) સોનાના છતર ૧૦ નંગ રૂ. ૩૦,૦૦૦ સોનાની ટીલડી ૦૨ નંગ (કુલ વજન એક તોલો) કુલ ચોરી રૂ. ૭૫,૦૦૦ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસે અર્જુનસિંહ જાડેજાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



