
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૩ જુલાઈ : મોડી રાત્રે થી મુશળધાર વરસાદ સમગ્ર અબડાસા પંથકમાં ચાલુ થતાં એક ઝાટકે કંકાવટી સિંચાઇ ડેમ ઓવરફ્લો થતા કંકાવટી નદી પુર થી ગાંડીતુર બનતા જીલ્લા તાલુકા મથકે જવાનો એક માત્ર માર્ગ હાજાપર મીયાણી વચ્ચે ની પાપડી છેલ્લા ચાર વર્ષથી ટુટી જવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખીરસરા વિં અને મિયાણી ગામ ની પ્રજા સંપર્ક વિહોણા થયા આ બાબતે અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ રજાકભાઈ હિંગોરા એ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી બોક્ષ પુલ અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ દ્વારા મંજૂર કરાવવામાં આવ્યો હોવા છતાં કોન્ટ્રાકટર પાસે વધુ કામો હોવાના કારણે હજી સુધી કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેના કારણે પ્રજા ને તકલીફ વેઠવી પડી રહી છે હવે ચોમાસા પછી આ બોક્ષ પુલ ની કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ નહીં કરાય તો નાછુટકે જવાબદાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી અથવા ગાંધી ચિંધ્યા માર્ગે જવા અમને મજબુર થવું પડશે આ સિઝનમાં અંદાજે આ વિસ્તારમાં અગિયાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ગઈ કાલ બપોર થી આજે સવાર ના નવ વાગ્યા સુધી સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.



