નવસારી ખાતે મળી આવેલ મહિલાની લાશ નો ભેદ ઉકેલવાની સાથે ડબલ મર્ડર નો કેસ ઉકેલાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ અગાઉ બંધ હાલત પડેલ આશા રાઇસ મીલના બિલ્ડીંગમાં એક ૩૫ વર્ષીય અજાણી સ્ત્રીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગુના ની ગંભીરતા જોઈ સુરત રેન્જ આઇજી અને નવસારી જિલા પોલીસવડાએ નવસારી પી.આઇ વી.જે.જાડેજા ને સૂચના હતી આપી હતી. નવસારી એલસીબીના પીઆઇ વી.જે.જાડેજા સહિતની ટીમ /પેરોલ ફર્લો સ્કોર્ડ/ટેકનીકલ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગુનાવાળી જગ્યાને જોડતા રસ્તાઓ ઉપર લાગેલ 100 થી વધુ CCTV કેમેરાની ફુટેજો મેળવી આરોપીને આઇડેન્ટીફાઇ કરી આરોપી ફેઝલ નાસીર પઠાણ રહે.બારડોલી, તલાવડી સ્મશાનભુમીની બાજુમાં તા.બારડોલી ઝડપી પાડ્યો હતો. આરોપી ફૈઝલની કડકાઇથી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો.
આરોપી જણાવેલ કે. તે નવસારી આવી પ્રેમિકા રિયા ને તા. ૨૮ મીએ નવસારી હાઈવે નજીક આવેલ આશા રાઇસ મીલના પડતર બિલ્ડીંગમાં લઇ ગયો હતો જ્યાં તેઓ વચ્ચે પૈસા બાબતે ઝઘડો થતા તેને માર મારતા નીચે ઢળી પડી હતી તેની લાશને નીચે ઘસડી લાવી આરોપી નાચી છૂટયો હતો ની કબૂલાત કરી હતી જેથી એલસીબી ની ટીમે વધુ પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે આ લાશ તો મારી પ્રેમિકા રિયા ની છે. મારી પૂર્વ પત્ની ની નથી મારી પત્ની સુહાનાને મેએ ત્રણ મહિના પહેલા મારી નાખી હતી. પોતાની પુર્વ પત્ની સુહાના સાથે મારા લગ્ન થયા હતા.જે મારા પરિવારને પસંદ ન હોય જેથી અમોએ જુલાઇ મહિનામાં છુટા છેડા લીધા હતા. ત્યારબાદ પણ હું નવસારી ગ્રીડ ખાતે તેને મળવા આવતો તે વખતે મારી પુર્વ પત્ની સુહાના બીજા પુરુષો સાથે સબંધ રાખતી હોવાનું જાણવા મળતા આજથી આશરે ત્રણેક મહિના પહેલા સુહાનાને મારી નાંખવાનું નક્કી કરી બંધ પડેલ આશા રાઇસ મીલના પડતર બિલ્ડીંગમાં લઇ જઇ બિલ્ડીંગના ઉપરના માળેથી ધક્કો મારી નીચે ફેકી મોત ને ઘાટ ઉતારી દીધી હતી. અને તેની લાશ ઘસડીને અંદરના ભાગે કોઇને દેખાઇ નહી તે રીતે કપડા વડે ઢાંકી સંતાડી નાશી છૂટયો હાથોની કબૂલાત કરતા આરોપીને સાથે લઈ ઘટના સ્થળે તપાસ કરતા માનવ કંકાલ મળી આવ્યું હતું.જેથી સ્થળ પર એફ.એસ.એલ ટીમ બોલાવી માનવ કંકાલ હોવાનું જણાતા નવસારી રૂરલ પો.સ્ટે.માં ખૂનનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.





