
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પેઈડ ન્યુઝ – જાહેરાત પર દેખરેખ રાખવા સહિતની બાબતોથી જનરલ ઓબ્ઝર્વરશ્રીને અવગત કર્યા,સીવીઝીલ કંટ્રોલરૂમની મુલાકાત કરી આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી,જનરલ ઓબ્ઝર્વર ડો.હિરાલાલે કલેકટર કચેરી જૂનાગઢ ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમીટી હેઠળના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. સાથે જ સીવીજીલ કંટ્રોલરૂમની મુલાકાત કરી આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા પણ કરી હતી.આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ એમસીએમસી-મીડિયા સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા પર આવતા પેઈડ ન્યુઝ – જાહેરાત પર દેખરેખ રાખવા સહિતની બાબતે જનરલ ઓબ્ઝર્વર શ્રીને માહિતગાર કર્યા હતા તેમજ કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ સી – વીઝિલ- કંટ્રોલ રૂમની મુલાકાત પણ કરી હતી. તેમણે સી – વિઝીલ એપ પર મળેલ આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા અને ૧૯૫૦ મતદાર હે્લ્પલાઈન થી પણ માહિતગાર થયા હતા. આ સાથે જરૂરી રજીસ્ટર તપાસી ફરિયાદોનો ગુણવત્તા યુક્ત રીતે ઉકેલ આવે તે માટે પણ અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આચાર સંહિતા ભંગ બાબતોની ૭ જેટલી ફરિયાદો મળી હતી. જે તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.જનરલ ઓબ્ઝર્વર ડો. હિરાલાલની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.જે.જાડેજા,નિવાસી અધિક કલેકટર સુશ્રી કે.બી.પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





