HALVAD – MALIYA (Miyana :હળવદ અને માળિયા પોલીસ દ્વારા રૂ. ૩.૦૮ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો નાશ કરાયો

HALVAD – MALIYA (Miyana :હળવદ અને માળિયા પોલીસ દ્વારા રૂ. ૩.૦૮ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો નાશ કરાયો
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, મોરબી પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ, વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એચ. સારડા તેમજ મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ. આલની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ તથા માળિયા (મી.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં કબ્જે કરવામાં આવેલ દારૂના જથ્થાનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓની સૂચના અનુસાર હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી. વ્યાસ અને માળિયા (મી.) પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ. પટેલ દ્વારા જરૂરી મંજૂરી મેળવીને વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પકડાયેલ પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી સુખપર ગામની સીમ, ડેમ જવાના રસ્તે આવેલી ખરાબા વાળી પડતર જગ્યા પર હાથ ધરવામાં આવી હતી. જ્યાં પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીઓ અને સરકારી પંચોની હાજરીમાં વિદેશી દારૂનો જથ્થો તોડીને તેનો સંપૂર્ણપણે નાશ કરાયો હતો.
હળવદ પોલીસ સ્ટેશન: કુલ ૬૭ ગુનાનો વિદેશી દારૂ/બીયર બોટલ નંગ ૩૫,૪૪૬ (કિંમત રૂ. ૧,૦૮,૯૮,૨૬૬/-)માળિયા (મી.) પોલીસ સ્ટેશન: કુલ ૨૨ ગુનાનો વિદેશી દારૂ બોટલ નંગ ૩૫,૪૯૧ (કિંમત રૂ. ૧,૯૯,૮૯,૦૮૮/-)કુલ મુદ્દામાલ: બોટલ/ટીન નંગ ૭૦,૯૩૭ (કુલ કિંમત રૂ. ૩,૦૮,૮૭,૩૫૪/-)આમ, બંને પોલીસ સ્ટેશન હેઠળ જપ્ત કરાયેલ કુલ રૂ. ૩,૦૮,૮૭,૩૫૪/- (ત્રણ કરોડ આઠ લાખ સત્યાસી હજાર ત્રણસો ચોપ્પન) ની કિંમતનો અબૂટ વિદેશી દારૂનો જથ્થો બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.









