Halvad:હળવદ કેદારીયા ગામના પાટીયા પાસેથી કતલખાને લઇ જવાતા ચાર પશુઓને બચાવ્યા
Halvad:હળવદ કેદારીયા ગામના પાટીયા પાસેથી કતલખાને લઇ જવાતા ચાર પશુઓને બચાવ્યા
હળવદ શહેરમાં ગૌરક્ષકોને મળેલ બાતમીને આધારે તાલુકાના કેદારીયા ગામના પાટીયા પાસે બોલેરો ગાડીમાં પાસ પરમીટ વગર બે ભેંસ અને બે નાના પાડા લઈને નીકળેલ એક ઇસમને રોકી ગાડીમાં તલાસી લેતા ચારેય પશુઓને એકદમ ક્રૂરતા પૂર્વક ટુકા દોરડાથી બાંધેલા મળી આવ્યા.
હળવદ ગૌરક્ષક ટીમના જયપાલદાન કીર્તિદાન ગઢવી ઉવ.૨૫ રહે.હળવદ વસંતપાર્ક મૂળરહે રાયસંગપુર તા.હળવદ વાળાએ હળવદ પોલીસ મથકમાં આરોપી જુમાભાઈ આમદભાઈ જત ઉવ.૨૫ રહે. રાવરેશ્વર તા.લખપત જી.કચ્છ(ભુજ) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૫/૦૫ ના વહેલી સવારે ૪ વાગ્યે હળવદ તાલુકાના કેદારીયા ગામના પાટીયા પાસેથી બોલેરો ગાડી રજી.નં. જીજે-૧૨-સીટી-૭૪૮૬ માં અબોલ જીવોને લઈને જતા અટકાવી ચેક કરતા તેમાંથી બે ભેંસ તથા બે ભેંસના નાના પાડા એમ ચારેયના મોઢા બાંધેલા તેમજ એકદમ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી ચારેયને બાંધેલા અને પશુ માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા પણ ન હોય તે રીતે મળી આવ્યા હતા, ત્યારે બોલેરો ચાલકને અબોલ પશુને લઈ જવા અંગેના આધાર પુરાવા કે પાસ પરમીટ માંગતા તેના પાસે ન હોવાનું કહેતા, તુરંત પશુ ભરેલ બોલેરો હળવદ પોલીસ મથકે લાવેલ હતા, હાલ હળવદ પોલીસે બોલેરો ચાલક આરોપી વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.