DAHODGUJARAT

દાહોદ ઝાયડસ હોસ્પિટલની બાજુમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુની જન્મદિવસની ખુશીમાં દાઉદી વ્હોરા સમાજની તાહેરી કમિટી દ્વારા નિઃશુલ્ક ભોજનાલય વ્યવસ્થા કરવામાં આવી 

તા.૨૦.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલની બાજુમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુની જન્મદિવસની ખુશીમાં દાઉદી વ્હોરા સમાજની તાહેરી કમિટી દ્વારા નિઃશુલ્ક ભોજનાલય વ્યવસ્થા કરવામાં આવી

દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગૃરૂ ડો.મુફદદલ સૈફુદ્દીન સાહેબના જન્મ દિવસની ખુશીમાં સતત ત્રણ વર્ષોથી તાહેરી કમિટી દાહોદ દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં દર શુક્રવારના રોજ ઝાયડસ હોસ્પિટલના આવતા દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં આજરોજ તા.૨૦.૦૪.૨૦૨૫ ના ૧૦:૦૦ કલાકે દાહોદની આરોગ્ય કચેરી બહાર ઝાયડસ હોસ્પિટલ નજીક તાહેરી કમીટી દાહોદ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં દાહોદ શહેરની જનતા તેમજ ઝાયડસ હોસ્પિટલમાં આવતા દર્દીઓ દર્દીઓના પરિવાર જનોએ મોટી સંખ્યામાં આ સેવાનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ.તાહેરી કમિટીના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.અને દાઉદી વ્હોરા સમાજની તાહેરી કમિટી દ્વારા ભૂખ્યાને ભોજન ખવડાવવાની આ કામગિરી નગર પાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ એ બિરદાવી હતી અને દાહોદ શહેરની જનતા આ કામગીરીમાં જોડાય એવી અપીલ પણ નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!