MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA :ટંકારાના સરાયા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી, પતિ પણ ઝેરી દવા પી લેતા સારવારમાં 

 

TANKARA :ટંકારાના સરાયા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી, પતિ પણ ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી વધુ એક હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ટંકારા તાલુકાના સરાયા ગામે સામાન્ય અણબનાવમાં પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. પત્નીને મોતના ઘાટ ઉતાર્યા બાદ ગભરાયેલા પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ટંકારાના સરાયા ગામની સીમમાં આવેલી વાડીમાં શ્રમિક પરિવાર રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે અણબનાવ ચાલી રહ્યો હતો. આ પારિવારિક ઝઘડાએ આજે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોતાના હાથે પત્નીની હત્યા કર્યા બાદ ભાનમાં આવેલા પતિ લક્ષ્મણે પણ જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તાત્કાલિક ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર હાલતમાં લક્ષ્મણને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ ચકચારી ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક મહિલા ‘રૂકમાબેન’ ના મૃતદેહને કબજે કરી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!