HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું ચેકિંગ; પાણીપુરી અને નાસ્તાની લારીઓ પરથી અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

 

HALVAD:હળવદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું ચેકિંગ; પાણીપુરી અને નાસ્તાની લારીઓ પરથી અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

૯ લારીઓ પર તપાસમાં અખાદ્ય ચટણી અને ન્યૂઝપેપરના કાગળોનો સ્થળ પર જ નિકાલ; પાણીપુરીના મસાલા-પાણી સહિત ૮ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાય

નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મોરબી દ્વારા હળવદ શહેરમાં પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા તેમજ સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરી અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા હળવદના વિવિધ વિસ્તારોમાં કુલ ૯ જેટલી લારીઓ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં માનવ આરોગ્ય માટે હાનિકારક એવી અખાદ્ય ચટણી તથા નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતા જેટલા ન્યૂઝપેપરના કાગળો મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાણીપુરીનો મસાલો, પાણીપુરીનું તીખું-મીઠું પાણી તેમજ અન્ય નાસ્તાના પદાર્થો મળી કુલ ૮ નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રયોગશાળાનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!