MORBI:મોરબીમાં સાઈકલ ઉપર બાળકે હેલ્મેટ પહેરી લોકોને સુંદર સંદેશો આપ્યો હેલ્મેટ પહેરો જિંદગી બચાવો
MORBI:મોરબીમાં સાઈકલ ઉપર બાળકે હેલ્મેટ પહેરી લોકોને સુંદર સંદેશો આપ્યો હેલ્મેટ પહેરો જિંદગી બચાવો
હેલ્મેટ પહેરો અકસ્માત થશે તો હેલ્મેટ તુટી જશે માથું નય ફુટે પાંચ વર્ષના બાળકની કાલી-ઘેલી વાતોનો વીડિયો થયો વાયરલ
રાજય સરકાર અને હાઈકોર્ટ હેલ્મેટ ફરજિયાત પહેરવા બુમો પાડી પાડીને નિયમો લાગુ કરવા આદેશ કરે પરંતુ સાંભળે કૌન ? તેવામાં મોરબીમાં એક પાંચ વર્ષના બાળકે તેમની કાલી ઘેલી વાતોમાં હેલ્મેટ અંગેનો સુંદર સંદેશો આપી લોકોને ચકચકીત કરી દીધા છે જે સંદેશો ટુ વ્હીલર ચાલકો માટે આશિર્વાદ સમાન છે કેમ કે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જરુરી છે કેમ કે તમે જોતા જ હશો અને ન્યુઝ પણ વાંચતા હશો કે હાઈવે ઉપર ટ્રકનુ તોતિંગ વ્હીલ બાઈક ચાલક ઉપર ફરી વળતા માથું ચગદાઈ ગયું જેથી બાળકે હેલ્મેટ પહેરી વાહન ચલાવવા મોરબી વાસીઓને કાલીઘેલી ભાષામાં નાના મોઢે મોટી વાત કરીને બાળકની આ વાતને કાને લઈને જો બધા હેલ્મેટ પહેરતા થાય ટ્રાફીકના નિયમોને પાળે તેવો વાયરલ થયેલા વીડિયો દ્વારા બોધ લેવા જેવો છે અને ટ્રાફિકના નિયમોને પાળે તેવા આ વીડિયોથી લોકોને કંઈક શિખામણ લેવાઈ તો અકસ્માતોમાં મોતને ભેટતા લોકોમાં ઘટાડો નોંધાઈ તેમ છે અને માથાના ભાગે ઈજાગ્રસ્ત થવાની નહીવત શક્યતા પણ ખરી જેથી પાંચ વર્ષના બાળકે એવી તે વાત કરી કે ૫૦ વર્ષનુ આયુષ્ય વધી જાય હેલ્મેટ પહેરો અમુલ્ય જીવનની સફર હાઈવે પર સુખમય પસાર કરો સુરક્ષિત જિંદગી જીવ બચાવો જેવા જીવનમંત્રનો સંદેશો આપીને બાળક ખુબ વાયરલ થાય તો નવાઈ નહીં