MORBI:મોરબી જિલ્લામાં કોઝ-વે પર પાણી ઓવરટોપિંગ થતાં સુરક્ષાના પગલાં લઈને પોલીસકર્મીઓ તૈનાત કરાયા

MORBI:મોરબી જિલ્લામાં કોઝ-વે પર પાણી ઓવરટોપિંગ થતાં સુરક્ષાના પગલાં લઈને પોલીસકર્મીઓ તૈનાત કરાયા*
મોરબી જિલ્લામાં ચોમાસાની ભારે વરસાદી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોના જીવનું જોખમ ટાળવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા અર્થે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં કોઝ-વે પરથી પાણીનો ભારે પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખીને સંભવિત અકસ્માતો અટકાવવા અર્થે આવા જોખમી માર્ગો પર વાહનવ્યવહાર તુરંત અસરથી બંધ કરાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, નાગરિકો કે વાહનચાલકો પાણીના જોખમી પ્રવાહમાં વાહનો ન ખાબકે અથવા સાહસ ન કરે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પોઇન્ટ ગોઠવીને પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવાયો છે.
જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બેરિકેડિંગ કે પોલીસ બંધોબસ્ત ધરાવતા કોઝ-વે અને નીચાણવાળા માર્ગો પર જવાનું ટાળવું અને પોલીસ તથા વહીવટી તંત્રની સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપાલન કરવું.










