ચુડા ગામ ચુડા ચોકડી રસ્તા પરના નાળાનું બ્લોકેજ તાત્કાલિક દૂર કરી પાણીનો નિકાલ કરાયો

તા.01/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા સતત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત ન થાય તે માટે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના દિશા નિર્દેશ હેઠળ વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બનીને કામગીરી કરી રહ્યું છે ભારે વરસાદના કારણે ચુડા ગામથી ચુડા ચોકડી તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલું નાળું કચરો અને પાણીના ભારે પ્રવાહના કારણે બ્લોક થઈ ગયું હતું આ નાળું બંધ થઈ જતાં રસ્તા પર પાણી ભરાવાની અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ અને ટીમે વરસાદની પરવા કર્યા વગર સ્થળ પર દોડી જઈ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી ટીમ દ્વારા તાત્કાલિક અસરથી નાળામાં સર્જાયેલું બ્લોકેજ દૂર કરવામાં આવ્યું હતું જેના કારણે ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ શક્ય બન્યો હતો અને રસ્તો પુનઃ વાહનવ્યવહાર માટે સુરક્ષિત અને સુગમ બન્યો હતો વહીવટી તંત્રની આ ત્વરિત અને અસરકારક કામગીરીના પરિણામે સંભવિત એક મોટી મુશ્કેલી ટળી હતી વરસતા વરસાદ વચ્ચે પણ નાગરિકોની સુવિધા અને સલામતી માટે અવિરત કાર્યરત રહેલા વહીવટી તંત્રની આ ફરજપરસ્ત નિષ્ઠાને સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા બિરદાવવામાં આવી હતી તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી કોઈ વિષમ પરિસ્થિતિ સામે પહોંચી વળવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.




