MORBI:મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી..
MORBI:મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી..
મોરબીમાં દિવસે ને દિવસે વ્યાજખોરીના ચોકવનારા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વધુ એક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઇ છે જેમાં નિવૃત શિક્ષકના પુત્રને કૌટુંબિક સગા એવા યુવાને ઓનલાઈન જુગારના રવાડે ચડાવી બાદમાં 30 ટકાથી લઈ 60 ટકા વ્યાજ વસુલવાની સાથે આ વ્યાજખોરના મિત્ર જયરાજ સાથે યુવાનને પાર્કિંગમાં બેસાડી નાણાકીય લેતી દેતી કરી ન હોવા છતાં યુવાને 10 લાખ લીધા છે તેવું નાટક કરી જયરાજ તો ગુંડો છે. 10 લાખ આપી દયો કહી નાણાં પડાવી લેવામાં આવતા 6 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રવાપર રોડ સ્વાગત હોલ પાછળ જલારામ સોસાયટીમાં રહેતા મૂળ બગથળા ગામના રહેવાસી વિનાયક મણિલાલ મેરજા ઉવ.૨૦ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા રહે-ન્યુ ચંદ્રેશનગર પ્રભાત હાઇટસ મોરબી, રાહુલભાઇ જારીયા રહે-ગજડી ગામ તા.ટંકારા, જયરાજ સવસેટા રહે-દેવગઢ તા.માળીયા(મી), મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા રહે-ઉમા ટાઉનશીપ સામાકાંઠે, માધવ જીલરીયા રહે-રવાપર ગામ તા.જી.મોરબી તથા રાધે ડાંગર રહે-ગજડી ગામ તા.ટંકારાવાળા સામે ફરિયાદ નોંધાવી કે ગઇ તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ થી તા.૩૦ માર્ચ ૨૦૨૪ ના સમયગાળા દરમ્યાન ફરીયાદી વિનાયકને તમામ આરોપીઓએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હોય. તેમજ આરોપી રાહુલ જારીયાએ વ્યાજના વધુ રૂપીયાની માંગણી કરી ફડાકા માર્યા હોય જ્યારે આરોપી કૃણાલ ઓગણજાએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક ફરીયાદી તથા સાહેદના સહીવાળા પાંચ કોરા ચેકો તથા આઇ.ફોન ફીફટીન પ્રો મોબાઇલ ફોન બળજબરી પુર્વક લઇ તમામ આરોપીઓ એકબીજા સાથે મળી ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂપીયા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી પડાવી લઇ, વધુ રૂપીયાની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી અને જો વ્યાજના વધુ રૂપીયા ન આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી છેલ્લા બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ ગુજારીને ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા હોય જેથી આખરે કંટાળી જઈ ભોગ બનનાર યુવક દ્વારા છયેય આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસની તજવીજ હાથ ધરી કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી છે.