MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘લુટેરી દુલ્હન’નો આતંક: લગ્નના નામે રૂ. 1 લાખ પડાવી નવવધૂ આઠ જ દિવસમાં રફુચક્કર

 

MORBI:મોરબીમાં ‘લુટેરી દુલ્હન’નો આતંક: લગ્નના નામે રૂ. 1 લાખ પડાવી નવવધૂ આઠ જ દિવસમાં રફુચક્કર

 

 

મોરબી શહેરમાં ફરી એકવાર લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કરાવી આપવાના બહાને એક લાખ રૂપિયા પડાવી લીધા બાદ, નવવધૂ લગ્નના માત્ર આઠ જ દિવસમાં ઘરમાં કોઈને કહ્યા વગર રાતોરાત ગુમ થઈ ગઈ હતી. આ અંગે ભોગ બનનાર આધેડે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

વિશ્વાસ કેળવીને આચરવામાં આવી છેતરપિંડી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ પર આવેલી સિંધી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અશોકભાઈ મુળચંદભાઈ અડવાણી (ઉં.વ. ૪૭) એ આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

તેમણે અમદાવાદની પ્રિતિબેન કેવલરામ વાઘવાણી (રહે. રોયલ રીજોઇસ-૨, શીપ બંગલો, બિલાસીયા ચોકડી પાસે, અમદાવાદ) અને નિશા રામચંદ્ર હેમલાની (મૂળ રહે. જોધપુર, રાજસ્થાન, હાલ રહે. અમદાવાદ) વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.આઠ જ દિવસમાં દુલ્હન ગાયબ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર:આરોપી પ્રિતીબેન વાઘવાણીએ ફરિયાદી અશોકભાઈનો સંપર્ક કરી તેમને લગ્ન કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.લગ્નના બહાને અશોકભાઈ પાસેથી રૂપિયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) પડાવી લેવામાં આવ્યા હતા.ત્યારબાદ આરોપી નિશાબેન હેમલાની સાથે અશોકભાઈના લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા.લગ્ન કરીને આવેલી નવવધૂ નિશા માત્ર આઠ-નવ દિવસ જ સાસરીમાં રોકાઈ હતી અને ત્યાર પછી ઘરમાં કોઈને પણ કહ્યા વગર રાતોરાત પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી.

પોતાની સાથે લગ્નના નામે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ અશોકભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંને મહિલા આરોપીઓ વિરુદ્ધ એકબીજાની મેળાપીપણામાં ગુનો આચરી છેતરપિંડી કરવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને શોધખોળ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!