MORBIMORBI CITY / TALUKO

MORBI:”મોરબીમાં વિધવા અને નિરાધાર લાભાર્થીઓ નોંધારા: છેલ્લા ઘણા સમયથી પેન્શન ન મળતા કલેક્ટરને ઉગ્ર રજૂઆત”

MORBI:”મોરબીમાં વિધવા અને નિરાધાર લાભાર્થીઓ નોંધારા: છેલ્લા ઘણા સમયથી પેન્શન ન મળતા કલેક્ટરને ઉગ્ર રજૂઆત”

 

 

ગુજરાત રાજ્યમાં વિધવા બહેનો અને નિરાધાર વિકલાંગ લાભાર્થીઓને લાંબા સમયથી પેન્શનની રકમ ન મળતા મોરબીના સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને તેમની ટીમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પેન્શન જાહેર કરવા માંગ કરવામાં આવી છે.

નેતાઓના પગાર ૧ તારીખે તો ગરીબોના કેમ નહીં?

સામાજિક કાર્યકરોએ પોતાની રજૂઆતમાં સરકાર સામે તીખા સવાલો કર્યા છે. તેમણે જણાવ્યું કે, “જો સરકારી નેતાઓ અને મંત્રીઓના પગાર દર મહિનાની ૧ તારીખે જમા થઈ જતા હોય, તો આ વિધવાઓ, સુરદાસ અને નિરાધાર લોકો સાથે અન્યાય કેમ? છેલ્લા ઘણા સમયથી અરજીઓ કરવા છતાં આ ગરીબ વર્ગને ધક્કા ખાવા પડી રહ્યા છે.”

રજૂઆતમાં જણાવાયું છે કે અનેક લાભાર્થીઓની અરજી મંજૂર થઈ હોવા છતાં બેંક કે પોસ્ટ ખાતામાં રકમ જમા થતી નથી. મોરબી જિલ્લાના અનેક પરિવારો આ પેન્શન પર જ નિર્ભર છે. પેન્શન અટકવાને કારણે ગરીબ પરિવારો પાસે ખોરાક, દવા અને ઘરના ભાડા ભરવાના પણ પૈસા નથી, જેના કારણે તેઓ આર્થિક અને માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે.

૧૫ દિવસનું અલ્ટીમેટમ: કલેક્ટર કચેરીએ આંદોલનની તૈયારી રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને તેમની ટીમે સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે .જો આગામી ૧૫ દિવસમાં અટકેલા પેન્શનની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા નહીં થાય, તો તમામ વિધવા બહેનો અને વિકલાંગોને સાથે રાખી જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ આંદોલન દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

અટકેલા પેન્શનની રકમ વ્યાજ સહિત તાત્કાલિક જમા કરવામાં આવે.પેન્શનમાં વિલંબ કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય.ભવિષ્યમાં દર મહિને નિયમિત સમયે પેન્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવાય.હવે જોવાનું એ રહે છે કે સંવેદનશીલ ગણાતી સરકાર આ ગરીબ અને નિરાધાર વર્ગની વેદના સાંભળીને કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.

Back to top button
error: Content is protected !!