HALVAD:હળવદના રાયસંગપર ગામે પ્રેમ પ્રકરણની અદાવતમાં એક જ પરિવારના સભ્યો પર હિંસક હુમલો: ૭ સામે ગુનો દાખલ





HALVAD:હળવદના રાયસંગપર ગામે પ્રેમ પ્રકરણની અદાવતમાં એક જ પરિવારના સભ્યો પર હિંસક હુમલો: ૭ સામે ગુનો દાખલ

હળવદ તાલુકાના રાયસંગપર ગામે પ્રેમ સંબંધની જૂની અદાવત રાખી એક પરિવાર પર સાત શખ્સોએ લાકડાના ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં પરિવારના સભ્યોને ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા ચકચાર મચી ગઈ છે. હળવદ પોલીસે આ મામલે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાયસંગપર ગામે રહેતા શોભનાબેન મુકેશભાઈ ઉચાણા (ઉ.વ. ૨૫) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીના સાળાની દીકરીને શોભનાબેનનો ભાઈ ભગાડી ગયો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ એકસંપ થઈ શોભનાબેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો.
આરોપીઓએ ઘરમાં ઘૂસી ગાળાગાળી કરી હિંસક હુમલો શરૂ કર્યો હતો, જેમાં:માતા અને ભાઈને ફેક્ચર: આરોપી કડવીબેને શોભનાબેનના માતાને પગમાં લાકડાનો ધોકો મારતા ફેક્ચર થયું હતું. જ્યારે આરોપી વિનોદ ડાભીએ શોભનાબેનના ભાઈને નાક પર ધોકો મારતા તેને પણ ફેક્ચરની ઈજા થઈ હતી.અન્ય સભ્યોને ઈજા: આરોપી વિઠ્ઠલભાઈએ ભાઈના માથામાં ધોકો માર્યો હતો, જ્યારે જોશનાબેને પિતાને ખંભે ધોકો મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. આરોપી જસવંત અને જયશ્રીબેને ફરિયાદીની ભત્રીજીને વાળ પકડી ઢસડીને માર માર્યો હતો.
જાનથી મારી નાખવાની ધમકી: આરોપી ઘનશ્યામભાઈએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.શોભનાબેનની ફરિયાદને આધારે હળવદ પોલીસે રાયસંગપરના રહેવાસી એવા નીચે મુજબના શખ્સો સામે ગુનો નોંધ્યો છે:૧. ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ડાભી – ૨. જસવંતભાઈ ઉર્ફે સંજયભાઈ વિઠ્ઠલભાઈ ડાભી – ૩. જયશ્રીબેન જસવંતભાઈ ડાભી – ૪. કડવીબેન વિઠ્ઠલભાઈ ડાભી – ૫. જોશનાબેન ઘનશ્યામભાઈ ડાભી – ૬. વિનોદ વિઠ્ઠલભાઈ ડાભી -૭. વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ અને આરોપીઓની અટકાયત માટેની તજવીજ શરૂ કરી છે.



