કાલોલ તાલુકાના ત્રણ કાર્યકર્તાઓ ને જિલ્લા ની ટીમ માં જવાબદારી અપાતાં કાલોલ તાલુકા ના શિક્ષકો માં આનંદ ની લાગણી છવાઈ.

તારીખ ૦૪/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા કલરવ સ્કૂલ ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ ની વાર્ષિક સાધારણ સભા તેમજ કારોબારીની બેઠક યોજાઈ. જેમાં ગુજરાત રાજ્યના અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી પરેશભાઈ પટેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત રાજ્યના અને પંચમહાલનું ગૌરવ સમાન અને પંચમહાલના શિક્ષકોના લોકલાડીલા અને યુવાન એવા પ્રાથમિક વિભાગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી તેમજ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર પ્રાથમિક વિભાગના સંગઠન મંત્રી હિતેશભાઈ બોપાણી માધ્યમિક વિભાગમાંથી જીતેન્દ્રભાઈ ઠાકર તેમજ પંચમહાલ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી યોગેશભાઈ પટેલ અને સમગ્ર જિલ્લાની ટીમ તેમજ પંચમહાલ જિલ્લાના દરેક તાલુકાના અધ્યક્ષ મંત્રી શ્રી સંગઠન મંત્રી શ્રી તેમજ તમામ હોદ્દેદારો અને વિશેષ માતૃશક્તિ ની ખુબ જ બહોળી અને મોટી સંખ્યામાં કારોબારી બેઠક યોજાઈ જેમાં કારોબારી બેઠકના તમામ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ શિક્ષકોના હિત માટેના પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ પંચમહાલ જિલ્લા મહાસંઘની કારોબારી ની મુદત પૂરી થતાં તેનું વિસર્જન કરી અને નવી ટીમની ઘોષણા પ્રાંતના પધારેલ પરેશભાઈ પટેલ મહામંત્રી દ્વારા કરવામાં આવી જેમાં અધ્યક્ષ તરીકે ગોધરા તાલુકાના અશ્વિનભાઈ પટેલ તેમજ મહામંત્રી તરીકે વિરેન્દ્રસિંહ ઠાકોર સંગઠન મંત્રી તરીકે દિનેશભાઈ પટેલ તથા કોષાધ્યક્ષ તરીકે દર્શનભાઈ પંચાલની નિયુક્તિ કરવામાં આવી તથા પંચમહાલ જિલ્લાની ટીમમાં વિશેષ કાલોલ તાલુકાના સંગઠન મંત્રી જનકસિંહ રાઠોડને ઉપાધ્યક્ષ નો હોદ્દો આપવામાં આવ્યો તેમજ કાલોલ તાલુકાના અધ્યક્ષ વિનોદકુમાર અમીનને રાજ્ય પ્રતિનિધિ તરીકેની જવાબદારી સોંપવામાં આવી તથા રમણીકભાઈ વણકર ને જિલ્લા આંતરિક ઓડિટર તરીકે ની જવાબદારી સોપાતા કાલોલ તાલુકા ના શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓમાં તેમજ શિક્ષકોમાં લાગણી અને આનંદનું મોજું ફરી વળેલ છે આજની આ કારોબારીની રચના જોતા યુવાનોમાં સંગઠનને વધુ મજબૂત બનાવી અને રાજ્યકક્ષાએ પંચમહાલ જિલ્લાનું વધુમાં વધુ નામ રોશન થાય એ પ્રકારનું માર્ગદર્શન બેઠકમાં પંચમહાલના ગૌરવ સમાન પ્રાંતના પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી એ આપેલ હતું.






