GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ધરમપુર અને ટીબળી સહિત ગામોમાં :૨૦૨૭ની ચુંટણીમાં મત માંગવા ગામમાં ન આવવા ભાજપ વિરોધી બેનરો લગાવીને કરાયો વિરોધ 

 

MORBI:મોરબીના ધરમપુર અને ટીબળી સહિત ગામોમાં :૨૦૨૭ની ચુંટણીમાં મત માંગવા ગામમાં ન આવવા ભાજપ વિરોધી બેનરો લગાવીને કરાયો વિરોઘ

 

મોરબી વિસ્તારમાં વીજલાઇન પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગણી મુજબ જો સરકાર દ્વારા યોગ્ય પરિપત્ર બહાર પાડવામાં નહીં આવે, તો આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ સામે બહિષ્કારનો સૂર ઊઠ્યો છે.

ખેડૂતો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો વીજલાઇન અંગે ખેડૂતોની માંગણી અનુસાર પરિપત્ર બનાવવામાં નહીં આવે, તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ધરમપુર ગામમાં પ્રવેશ કરવો નહીં કે પ્રચાર માટે આવવું નહીં.

બીજી બાજુ, ટીબળી ગામના ખેડૂતો અને ગ્રામજનોએ પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે પણ જાહેરાત કરી છે કે જો વીજલાઇન પ્રશ્ને માંગણી મુજબનો પરિપત્ર નહીં બને, તો ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ટીબળી ગામમાં પણ આવવું નહીં.

વીજલાઇન પ્રશ્ને ધરમપુર અને ટીબળી ગામના ખેડૂતોના આ આકરા નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Back to top button
error: Content is protected !!