MORBI:મોરબી મચ્છુ નદીના તટમાં થયેલ દબાણો દૂર કરવા કલેકટરને રજૂઆત
MORBI:મોરબી મચ્છુ નદીના તટમાં થયેલ દબાણો દૂર કરવા કલેકટરને રજૂઆત
સીનીયર સીટીઝન અને ભરવાડ સમાજના અગ્રણી ગોકુળભાઈ ખોડાભાઈ પરમાર જીલ્લા કલેકટર ને લેખિતમાં રજૂઆત કરી કે મચ્છુ નદીએ મચ્છુ માતા ભરવાડ સમાજની પુજનીય માતા છે. તેની દર વર્ષે અષાઢી બીજે શોભાયાત્રા કાઢીએ છીએ. જે અમારી ધાર્મિકતાનુ કેન્દ્ર છે. આ મચ્છુ નદીના તટમા પાણીના વહેણ બદલી જાય તે રીતે નદીમા દબાણ કરવામા આવ્યા છે. જે ગેરકાયદેસર હોય તેની મચ્છુ નદીની અંદર ચણવાવામા આવેલી દિવાલ આપ સાહેબના હુકમથી દુર કરવાની કાર્યવાહી થઈ હતી. અને એકા-એક બંધ થઈ ગઈ છે. જે આજ દિન સુધી દબાણ દુર કરવામા આવ્યુ નથી. આ વર્ષે આ દિવાલના કારણે મહાપ્રભુજીની બેઠકમા પાણી ઘુસી ગયા હતા તો આ દબાણ દુર કરવાની કામગીરી કે અટકી ગઈ છે? તેની તપાસ કરવામા આવે. આ નદીમા દિવાલ ચણેલી હોવાથી જેમાંથી ઘણા લોકોએ દુસ્પ્રેરણા લઈને જુના બાંધકામોનો વેસ્ટેજ માલ નદીના તટમા નાખીને નદીને બુરવાનુ કામ કરી રહ્યા છે. શહેરમાંથી ચોમાસા પાણીનો નિકાલ હતો તે વેસ્ટેજ માલ નાખીને બંધ કરી દેવામા આવ્યો છે. તો દિવાલની બાજુએ મચ્છુ નદીના પુલના બાર નાલા સુધી નદીને બુરી દેવામા આવી છે. મચ્છુ નદીએ ભરવાડ-માલધારીની પુજનીય માતા છે. તેના તટમા થયેલી છેડછાડ અમો માલધારી ભરવાડ સમાજ બીલ્કુલ શાંખી લેવા તૈયાર નથી. તો આ અરજી મળ્યે તાત્કાલીક મચ્છુ નદીના તટમા થયેલા ધાર્મિક સંસ્થાની દિવાલ સહીત દરેક દબાણો દુર કરવા રજૂઆત કરવામાં આવી છે