MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રંગપર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના રંગપર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દેવરાજ કોમ્પલેક્ષ પાછળ બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દેવરાજ કોમ્પલેક્ષ પાછળ બાવળની કાંટમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૮ કિં રૂ. ૪૯,૬૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી મેરૂભાઈ ભરતભાઈ કરકટા (ઉ.વ.૨૨) રહે. શકત શનાળા શક્તિ પ્લોટ સાંઈબાબા મંદિર પાસે મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.