JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો થયો પ્રારંભ

કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદના પીરાણાથી આરંભ કરાવ્યો છે. રવિ કૃષિ મહોત્સવ રાજ્યના ૨૪૬ તાલુકામાં ખેડૂતોમાં રવિ પાક અંગે માહિતી સાથે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાનાં વંથલી ખાતે રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ મુકેશભાઇ કણસાગરાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમને જિલ્લા સમાહર્તાશ્રી અનિલ રાણાવશીયાએ દિપ પ્રાક્ટયથી પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે અધ્ક્ષીય ઉદબોધન કરતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કણસાગરાએ જણાવ્યુ હતુ કે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો આજથી  વંથલી સહિત જૂનાગઢ જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ પ્રારંભ થયો છે. રવિ કૃષિ મહોત્સવ થકી ખેડૂતોને રવિ પાક અંગે માહિતી મળશે. રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રદર્શન સ્ટોલ દ્વારા જાણકારી આપવામાંઆવી રહી છે.
ઉપસ્થિત ખેડુતોને સંબોધતા સાવજડેરીનાં ચેરમેન દિનેશભાઇ ખટારીયાએ જણાવ્યુ હતુ કે આજે બાજરા જેવા તૃણધાન્યોની માંગ વધી રહી છે. ખેડુતો ખેતરમાં ઉપભોક્તાની માંગ સમજીને ખેતઉત્પાદન લતા થશે તો સારૂ વળતર મળશે. સોઇલ હેલ્થ કાર્ડ પશુ આરોગ્ય મેળા વ્યાજમુક્ત લોન સહાય પોષણ ટેકાના ભાવ આફતના સમયે રાહત ફેકે સહિતના અનેકવિધ ખેડૂત અધિકારી નિર્ણયના પગલે આજે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ બદલાઈ રહી છે, અને ખેડૂતો આજે ખરા અર્થમાં આત્મ નિર્ભર બન્યા છે,જળસંચય અને જળસિંચનનીસમજણ થકી ખેડૂતો ખેતરમાં એકથી વધુ પાક લેતા થયા છે. કૃષિ વિકાસ ક્ષેત્રે મગફળી અને દિવેલાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે, પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અને ફાયદાઓ વિશે વાત કરતા દિનેશભાઈ ખટારીયાએ તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને કુદરત તરફ પાછા વળવા પ્રાકૃતિક ખેતી એક સારું માધ્યમ છે એમ જણાવ્યુ હતુ.
પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રેરણાસભર આવક રળતા વાડલા ગામનાં ખેડુત અશોકભાઇ ભાલોડીયાએ પોતાની પ્રાકૃતિક ખેતી અને તેમાં ઉત્પન થતી ખેતજણાનાં મુલ્યવર્ધિત મળતા ભાવોની વાત કરી હતી. કૃષિ વૈજ્ઞાનીક શ્રધ્ધા ભટ્ટે ખેતી અને તેમાં વપરાતા રાસાયણિક ખાતર અને દવાની આડઅસરોની જાણકારી આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપસ્થિત ખેડુતોને વૈજ્ઞાનિક માહિતી આપી હતી.એફ.પી.ઓ. અંગે વંથલી સ્વામિનારાયણ ગુરુકુળનાં નિલકંઠ ભગતે ખેડુતોને જાણકારી આપી હતી.
મહાનુભાવોએ આ વેળાએ આયોજીત વિવિધ સ્ટોલની રૂબરૂ મુલકાત લઇ માહિતી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, વંથલી તાલુકા પંચાયતનાં પ્રમુખ હર્ષાબેન કોટડીયા, જિલ્લા પંચાયતનાં સદસ્ય સાકરબેન દીવરાણીયા, પ્રાંત અધિકારીશ્રી કે.પી.ગોહિલ, તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ ગોવિંદભાઇ હુંબલ, જિલ્લા સહકારી સંધનાં પ્રમુખશ્રી ભાવેશ મેંદપરા, તાલુકા વિકાસ અધીકારીશ્રી એચ.આર.વાઘેલા, સામાજીક ન્યાય સમિતીનાં અધ્યક્ષ વિપુલભાઇ કાબા,સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!