MORBI:મોરબી માં બે દિવસ થી વરસી રહી છે ધુમ્મસ પર થી વર્તાય છે આવતા ચોમાસું! જેમ વધુ ધુમ્મસ તેમ વધુ વરસાદ તેવી માન્યતા




MORBI:મોરબી માં બે દિવસ થી વરસી રહી છે ધુમ્મસ પર થી વર્તાય છે આવતા ચોમાસું! જેમ વધુ ધુમ્મસ તેમ વધુ વરસાદ તેવી માન્યતા


રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી મધ્યરાત્રી થી આભમાં ધુમ્મસ ગોટાઇ છે સવાર પડતા જ તે ધરતી ઉપર ઉતરી આવે છે. ત્યારે રોડ ઉપરથી પસાર થતાં વાહનો હેડલાઈટ ચાલુ રાખીને પસાર થવું પડે છે. દિવાળીના દિલ તો શરૂ થયા છે ઋતુ ફેર થઈ રહી છે તેવા સમયે મધ્યરાત્રીથી જ ધુમ્મસ આકાશમાં ગોટાઇ
ને ધરતી ઉપર ઉતરી આવે છે આજે મોરબી શહેર માં સનાળા રોડ ઉપર તેમજ મોરબીના બાયપાસ રોડ ઉપર થોડે દૂરથી પણ વાહન દેખાતા ન હતા અને દરેક વાહનો એ પોતાની હેડલાઈટ ચાલુ રાખી હતી જેથી કરીને કોઈ અકસ્માત ન થઈ જાય ત્યારે લોકો ચાલી ને નીકળતા હતા તેઓને ધુમ્મસ દૂરથી દેખાતી હતી પણ નજીકમાં અસર ન હોય તેઓ શાંતિથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલકો સહિત વાહન ચાલકો એ હેડલાઇટ ચાલું કરી નેં ખુબજ ધીમે ધીમે ચાલતા પસાર થઈ રહ્યા હતા. અનુભવી લોકો નાં જણાવ્યા મુજબ આ ધુમ્મસ આવે છે તેનાં ઉપર થી આવતા ચોમાસું કેવું રહેશે તેનો વરતારો નીકળે છે. જેમ વધુ ધુમ્મસ તેમ વધુ વરસાદ આવી માન્યતા છે. આપણે પણ અપેક્ષા રાખીએ કે આ અનુમાન સાચું પડે!




