MORBI:મોરબીમાં પેપર મિલ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા
MORBI: મોરબીમાં પેપર મિલ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા
ઈન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી રાજ્યવ્યાપી દરોડા શરૂ કરી મોરબીની જાણીતી તીર્થક પેપરમિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ફુલતરિયા પરિવારને ત્યા દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે દરોડાની આ કાર્યવાહી ત્રણેક દિવસ સુધી ચાલે તેમ હોવાના સંકેતો વચ્ચે 100 અધિકારીઓની 35 ટીમોએ સઘન તપાસ શરૂ કરી છે જેમાં ગ્રુપ સાથે સંકળાયેલ અન્ય ભાગીદારો અને સીએને પણ ઝપટે લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પાડવામામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ૫:૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી માત્રામાં બે નામી વ્યહવાર હાથે લાગે તેવી શકયતા સેવાય રહી છે.૭૦ જેટલી ટીમ એકી સાથે આ દરોડાની કામગીરીમાં જોડાઇ છે. પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા છે. ઓફિસ , કારખાના તેમજ તીર્થક ગ્રુપ ના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ ચાલુ. હોવાનું જાણવા મળ્યું છે.
બિજ બાજુ ઇન્કમટેક્સ વિભાગની રેડની કાર્યવાહી દરમિયાન પૂર્વ સાંસદ મોહન કુંડારિયા સ્થળ ઉપર પહોંચતા રેડ દરમિયાન કેટલાક સાથે વાત ચિત કરતાં નજરે પડ્યા જેના લિઘે અનેક તર્ક-વિતર્ક : વેવાઈને ત્યાં પડેલા IT દરોડામાં કુંડારિયાએ જવાની શું જરૂર પડી ? અઘિકારીઓ દબાવવા કે સેટિંગ કરવા ગયા હતા ઉઠતાં સવાલ ..