GUJARATMORBIMORBI CITY / TALUKO
JODIYA:જોડીયા તાલુકાના બાલંભા ગામે જગન્નાથજીની ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન

JODIYA:જોડીયા તાલુકાના બાલંભા ગામે જગન્નાથજીની ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાશે
રીપોર્ટ લલીતભાઈ નિમાવત બાલંભા
જોડિયા તાલુકાના બાલંભા ગામે તા.16.7.26 ના અષાઢી બીજ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે આ પાવન અવસરે બાલંભા ના તમામ ગ્રામજનો ધર્મપ્રેમી ભક્તોને આ રથયાત્રાનો લાભ લેવા તેમજ ભગવાન જગન્નાથજી ના આશીર્વાદ મેળવવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ રથયાત્રા બાપા સીતારામ મઢુલી ( જોડીયા નાકાથી ) બપોરના ત્રણ વાગ્યે બાલંભા ગામમાં પ્રસ્થાન કરશે અને બાલંભા ગામમાં વાજ તે ગાજ તે જય જગન્નાથ ના નારાઓ સાથે નીકળશે તો આ રથયાત્રામાં જોડાઈ ને ભગવાન જગન્નાથજીના દર્શનના લાભ સાથે આશીર્વાદ મેળવશો તેવું આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે







