BHARUCHBHARUCH CITY / TALUKO
જન શિક્ષણ સંસ્થાન ભરૂચના ઉચ્છદ તાલીમ કેન્દ્ર ખાતે મતદાન જાગૃતીનો કાર્યક્રમ યોજાયો



સમીર પટેલ, ભરૂચ
જન શિક્ષણ સંસ્થાન ભરૂચના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ચાલતા વોકેશનલ સ્કીલ તાલીમ કેન્દ્ર ખાતે આજે એસેસમેન્ટ માટે જેએસએસની ટિમ દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જે પૈકી આજરોજ બહેનોમાં આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ અંગે જાગૃતી લાવવાના હેતુસર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા અને દરેક મતદાતા બહેન પોતાનું મતદાન અવશ્ય કરે તે અંગે જેએસએસના શ્રીમતી ક્રિષ્નાબેન કઠોલીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.




