GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપ્યું 

MORBI:મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપ્યું

 

 

MORBI:મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપવામાં આવ્યુ.
સમગ્ર રાજ્યમાં બીમાર, વૃધ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરૂણા હેલ્પલાઇન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તેમની ફરજ સુપેરે બજાવી રહી છે.

Oplus_131072

તાજેતરમાં પંચાસર રોડ પર એક ગાયે નવજાત વાછરડીને જન્મ આપેલ, જેને જન્મની સાથે આગળના બન્ને પગમાં ખોડખાંપણ હોવાથી ભરતભાઇ ગોઠીએ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરેલ. અને પંચાસર ચોકડી સ્થીત વેટ પોલિક્લિનિક ના પરિસરમાં જ ડૉ. હરિભાઇ ઠુમ્મર અને ડૉ. વિપુલ કાનાણિ દ્વારા નવજાત વાછરડીને તપાસી પગના ગોઠણનું સફળ ઓપરેશન કરવામાં આવેલ. જેના થકી નવજાત વાછરડીને નવજીવન પ્રાપ્ત થયેલ. કોલર ભરતભાઇ ગોઠી દ્વારા ૧૯૬૨ ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ અને અબોલ પશુઓની ૧૯૬૨ ટિમ દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!