MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કેસરીયો લહેરાયો: જિલ્લા પંચાયત, પાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

 

મોરબી: મોરબી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) એકહથ્થુ શાસન જાળવી રાખીને તમામ મહત્વની બેઠકો પર વિજય મેળવ્યો છે.

 

જિલ્લા પંચાયતમાં ભાજપનું વર્ચસ્વ

મોરબી જિલ્લા પંચાયતની બે મહત્વની બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે:

ચરાડવા બેઠક: ભાજપના ઉમેદવાર માવજીભાઈ માકાસણા વિજેતા જાહેર થયા છે.

ખાખરેચી બેઠક: ભાજપના ઉમેદવાર સંદીપ કુંવરિયાએ ભવ્ય વિજય મેળવ્યો છે.

મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ‘પેનલ’નો દબદબો શહેરી વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. મતદારોએ વ્યક્તિગત ઉમેદવારને બદલે આખી પેનલ પર વિશ્વાસ મૂક્યો છે:

મોરબી મહાનગરપાલિકા: વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 માં ભાજપની આખેઆખી પેનલ વિજેતા બની છે.

ટંકારા નગરપાલિકા: વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલે વિજય પતાકા લહેરાવી છે.

તાલુકા પંચાયતમાં સ્નેહલબેનનો વિજય

મોરબી તાલુકા પંચાયતની 6-ઘૂંટુ બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે. અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્નેહલબેન સોરીયા વિજેતા થયા છે.

Back to top button
error: Content is protected !!