MORBIMORBI CITY / TALUKO

JODIYA:જોડિયા / આમરણ /રૂટ પર એસ.ટી.નિગમ દ્વારા ખખંડધજ સિટી બસ નો ઉપયોગ _! 

 

JODIYA:જોડિયા / આમરણ /રૂટ પર એસ.ટી.નિગમ દ્વારા ખખંડધજ સિટી બસ નો ઉપયોગ _!

રિપોર્ટ, લલીત નિમાવત બાલંભા

જોડિયા ;- રાજ્યનું એસ.ટી .નિગમ ગામડાઓ ની પ્રજા ને ઘેટાં -બકરા સમજી રહી છે, સુવિધા અને સેવા બાબત વર્ષો થી ગ્રામીણ પ્રજા એસ.ટી બસ સેવા અન્યાય સહન કરતી રહી છે ,શહેરો અને ગામડાઓ વચ્ચે પરિવહન સેવા રાજ્ય નું એસ.ટી બસો લોકો માટે સસ્તી ગણાય છે. પરંતુ એસ.ટી નિગમ ની હિટલરશાહી દ્વારા વર્ષો પુર્વ જુના રૂટો પર ચાલતી સેવા ઝુટવાની પરંપરા ચાલું છે,આ બાબત તાલુકા મથક જોડિયા અને તાલુકા સાથે ના ગામડાઓ સાથે જોવા મળે રહી છે.એસ.ટી તંત્ર જે તે ડિપો દ્વારા ગ્રામીણ રૂટો પર સેવા ઘટાડી રહી છે .જેનો ફાયદો ખાનગી વાહાને ને તક આપી રહી છે.આ સમગ્ર બાબત ગામલોકો દ્વારા જે તે ડિપો મેનેજર ‌સુધી રજુઆત તથા ચુંટાયેલા લોકપ્રતિનિધિ ને અવાર નવાર કરવાં છંતા‌ યોગ્ય ઉકેલ આવતો નથી,શહેરો વિસ્તાર માટે એસ ટી નિગમ નવી બસો ના પરિચાલન માટે મુકી છે જ્યારે શહેરો ની સિટી બસો ની અવદશા પુરી થયા બાદ તે ખખંડધજ બસો ને ગ્રામીણ વિસ્તારોમાં મુકીને લોકો સાથે મજાક કરી રહ્યા છે જે ખંભાડિયા – મોરબી રૂટ જે વાયા આમરણ, જોડિયા,હડિયાણા સહિત ગામડાઓ ના રૂટો સેવા તરીકે જોડિયા ના બસ સ્ટેન્ડ માં જોવા મળી,

Back to top button
error: Content is protected !!