MORBI:મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન દ્વારા દિવ્ય વનસ્પતિ ‘જીવંતી ડોડી’ના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાશે

MORBI:મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન દ્વારા દિવ્ય વનસ્પતિ ‘જીવંતી ડોડી’ના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાશે
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત મધુરમ ફાઉન્ડેશન (મોરબી) અને પર્યાવરણ પ્રેમી શ્રી પ્રાણજીવન કાલરિયા દ્વારા આ વર્ષે પણ નાગરિકોના સ્વાસ્થ્ય લાભાર્થે દિવ્ય વનસ્પતિ ‘જીવંતી ડોડી’ (મોટી ખરખોડી) ના રોપાનું મફત વિતરણ કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ ગણાતી જીવંતી ડોડીના રોજ ૧૦ પાન ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. આ વનસ્પતિ આંખનું તેજ વધારવા, પ્રજનન ક્ષમતા સુધારવા, ગર્ભધારણમાં મદદરૂપ થવા તેમજ કફ, ઉધરસ, શ્વાસ અને રતાંધળાપણા જેવા અનેક રોગોમાં ખૂબ જ અકસીર માનવામાં આવે છે. ચોમાસાની ઋતુ આ વેલો વાવવા માટે ઉત્તમ હોવાથી આ નિઃશુલ્ક વિતરણનું આયોજન કરાયું છે.
વિતરણ કાર્યક્રમની વિગત:તારીખ: ૪ ઓગસ્ટ, ૨૦૨૬ (મંગળવાર) સમય: સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી સ્થળ: સનહીલ એપાર્ટમેન્ટ, સુદર્શન સોસાયટી, રાખો બંગલો પાસે, રવાપર – કેનાલ રોડ, મોરબી.
ખાસ નોંધ:રોપાની મર્યાદિત સંખ્યા હોવાથી દરેક વ્યક્તિને વધુમાં વધુ ૨ (બે) રોપા જ આપવામાં આવશે.
જીવંતી ડોડીનો રોપો તડકો મળતો હોય તેવી જગ્યાએ, કાળી-ચીકણી માટી સિવાયની જમીનમાં વાવવો. આ વેલો હોવાથી તેને અન્ય કોઈ વૃક્ષ કે છોડ (જેમ કે લીમડો, પારિજાત, અરડુસી વગેરે) નજીક વાવવો જેથી તેના પર ચડી શકે.
વધારે માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે પ્રાણજીવન કાલરિયા (મોરબી) ના વોટ્સઅપ નંબર: 9426232400 પર સંપર્ક કરવા જણાવાયું છે. આરોગ્યપ્રેમી જનતાને આ ફ્રી વિતરણનો લાભ લેવા અપીલ કરાઈ છે.










