GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસ પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા
MORBI:મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસ પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા
મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીક જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં પ્રકાશભાઈ પ્રવીણભાઈ પીઠડ ઉવ.૩૧ રહે. જાંબુડીયા તા.મોરબી તથા દક્ષકભાઈ રમેશભાઈ બાવરવા ઉવ.૨૨ રહે.મહેન્દ્રનગર ઉમા વિલેજ પાસે મોરબી-૨ વાળાને રોકડા રૂ. ૮૪૦/-સાથે અટકાયત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા હેઠળ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.