GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI::ગ્રાહક અદાલતનો મોટો ચુકાદો: ટંકારાના પિતાને પુત્રની સારવારના ₹૮ લાખ ૬% વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ

MORBI::ગ્રાહક અદાલતનો મોટો ચુકાદો: ટંકારાના પિતાને પુત્રની સારવારના ₹૮ લાખ ૬% વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ

​મોરબી/ટંકારા: તાવની બીમારીમાં બાળકના સારવાર ખર્ચના ₹૮ લાખ ચૂકવવામાં વીમા કંપનીએ ધાંધિયા કરતા મામલો ગ્રાહક અદાલતે પહોંચ્યો હતો.ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના પ્રમુખ લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ગ્રાહકે ન્યાય માટે લડત આપી મેળવી સફળતા.



​ટંકારા તાલુકાના ઊંચી ઓટાળા ગામના વતની શ્રી કેતનભાઈ મણીલાલ દેસાઈએ પોતાના પુત્ર માટે ‘કેર હેલ્થ ઇન્સ્યોરન્સ’ (Care Health Insurance) કંપનીમાંથી મેડિકલ પોલિસી લીધી હતી. ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન બાળકની તબિયત લથડતા અને સતત તાવ આવતા તેને મોરબીની વેદાંત હોસ્પિટલ, મુંબઈની વડિયા હોસ્પિટલ તેમજ રાજકોટ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. કમનસીબે સારવાર દરમિયાન તારીખ ૨/૯/૨૫ના રોજ પુત્રનું અવસાન થયું હતું.

​બાળકની સારવાર પાછળ કુલ ₹૮,૦૦,૦૦૦/- (રૂપિયા આઠ લાખ) નો મોટો ખર્ચ થયો હતો.​વીમા કંપનીએ ક્લેઈમ ના મંજૂર કર્યો:​કેતનભાઈએ જ્યારે આ સારવાર ખર્ચનો વીમા ક્લેઈમ મૂક્યો, ત્યારે વીમા કંપનીએ ‘બીમારી છુપાવી હોવાનું’ બહાનુ બતાવી રેપ્યુડ લેટર (Repudiation Letter) આપી ક્લેઈમ ફગાવી દીધો હતો. અન્યાય થતા કેતનભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

​ગ્રાહક અદાલતે કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું કે:
​”ગ્રાહક નિયમિત પ્રીમિયમ ભરે છે અને યોગ્ય પોલિસી ધરાવે છે. માત્ર રેપ્યુડ લેટર આપીને વીમા કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.”​અદાલતે ગ્રાહકના હિતમાં ચુકાદો આપતા કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને નીચે મુજબનો હુકમ કર્યો છે:​₹૮,૦૦,૦૦૦/- (આઠ લાખ) ની રકમ તા. ૨૦/૦૪/૨૬ થી ૬% ના ચડતા વ્યાજ સાથે ચુકવવી.જો એક માસમાં રકમ ચૂકવવામાં નહીં આવે, તો ૯% લેખે વ્યાજ આપવાનું રહેશે.​ગ્રાહકને થયેલ કેસ ખર્ચ પેટે ₹૫,૦૦૦/- અલગથી ચૂકવવા.​”ગ્રાહકે પોતાના હિત અને હક્ક માટે હંમેશા જાગૃત રહીને લડવું જોઈએ. કોઈપણ જગ્યાએ અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવો.”
​સંપર્ક સૂત્ર (મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ):
​પ્રમુખ: શ્રી લાલજીભાઈ મહેતા (મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨)
​મંત્રી: શ્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮)
​ઉપપ્રમુખ: શ્રી બળવંતભાઈ ભટ્ટ (મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫)
​ઉપપ્રમુખ: શ્રી હિતેશભાઈ મહેતા (મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬)

Back to top button
error: Content is protected !!