MALIYA (Miyana)માળીયા અને મોરબી નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
MALIYA (Miyana)માળીયા અને મોરબી નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
સેવા સેતુ કાર્યક્રમનો વધુને વધુ લાભ લેવા મોરબી તથા માળીયા શહેરી વિસ્તારના નાગરિકોને વહીવટી તંત્રનો અનુરોધ
મોરબી જિલ્લામાં સેવા સેતુના ૧૦માં તબક્કાના અનુસંધાને આગામી ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર દરમિયાન માળીયા તથા મોરબીમાં નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મોરબીમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાઓએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી અને માળીયા નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૭/૦૯/૨૦૨૪, શુક્રવારના રોજ માળિયામાં શ્રી તાલુકા શાળા, માળીયા ખાતે નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ૨૮/૦૯/૨૦૨૪, શનિવારના રોજ તાલુકા શાળા મણીમંદિર પાસે, મોરબી ખાતે મોરબી નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો લાભ લે તે અપેક્ષિત છે જેથી આ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોનો મોરબી તથા માળીયા શહેરી વિસ્તારના નાગરિકોએ વધુને વધુ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.