MALIYA (Miyana માળીયા(મી)માં દેશી હાથ બનાવટની બંદુક સાથે કાજરડાનો શખ્સ ઝડપાયો







MALIYA (Miyana માળીયા(મી)માં દેશી હાથ બનાવટની બંદુક સાથે કાજરડાનો શખ્સ ઝડપાયો


એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહીમાં રૂ. ૫ હજારની હાથ બનાવટની બંદુક કબજે.

માળીયા(મી) પોલીસ મથક વિસ્તારના રાખોડીયા વાંઢ રોડ નજીકથી મોરબી ક્રાઈમ બ્રાંચે ખાનગી બાતમીના આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. આ સાથે આરોપી સામે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ખાનગી હકીકતના આધારે માળીયા-મોરબી નેશનલ હાઈવે પર રાખોડીયા વાંઢ જવાના રસ્તાના નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાનમાળીયા(મી)ના કાજરડા ગામે રહેતા રમજાન મુસાભાઈ કાજેડીયા ઉવ.૩૫ને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી રૂ.૫,૦૦૦/-ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવી હતી. જેથી આરોપીને હથિયાર સાથે ઝડપી પાડી માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



