MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી.)ની ભીમસર ચોકડી નજીકથી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો
MALIYA (Miyana):માળીયા(મી)ની ભીમસર ચોકડી નજીકથી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો
માળીયા(મી)પોલીસ ટીમને બાતમી મળી કે મૂળ કુંભરીયા ગામ તા.માળીયા(મી) હાલ મોરબીની રાજનગર સોસાયટીમાં રહેતો તુલસીભાઈ સંખેસરીયા ભીમસર ચોકડી પાસે પિસ્તોલ જેવા હથિયાર સાથે આંટાફેરા કરતો હોય જે મુજબની ખાનગીરાહે બાતમી મળતા તુરંત તે સ્થળે તપાસ કરતા ઉપરોક્ત બાતમી મુજબનો ઈસમ ત્યાં હાજર હોય જેથી તેને કોર્ડન કરી તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ કિ.રૂ.૧૦ હજાર મળી આવી હતી જેથી આરોપી તુલસીભાઈ હસમુખભાઈ સંખેસરીયા ઉવ.૩૫ મૂળરહે. કુંભરીયા ગામ હાલ મોરબી પંચાસર રોડ રાજનગર સોસાયટીવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની સામે માળીયા પોલીસ દ્વારા હથિયારધારા તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.