MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana :માળીયાના વિરવિદરકા ગામ પાસેથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

 

MALIYA (Miyana :માળીયાના વિરવિદરકા ગામ પાસેથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

 

સરહદી રેન્જ ભુજ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી મુકેશ પટેલ દ્વારા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે આપવામાં આવેલી કડક સૂચના અન્વયે મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ) ને એક મોટી સફળતા મળી છે. માળીયા (મિયાણા) પોલીસ સ્ટેશન વિસ્તારના વિરવિદરકા ગામના પાદરમાંથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

એલ.સી.બી. મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડ મોરબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રભાઈ કાંજીતરા તેમજ પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર અને ભગીરથસિંહ ઝાલાને સંયુક્તમાં ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વિરવિદરકા ગામના પાદરમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી શંકાસ્પદ ઇસમને ઝડપી લીધો હતો.

પોલીસે ઝડપેલા ઇસમની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું.આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદભાઇ જેડા (મિયાણા), ઉંમર વર્ષ ૪૫, રહેવાસી: હાલ વિરવિદરકા, તા. માળીયા(મીં), જી. મોરબી.જપ્ત કરાયેલ મુદ્દામાલ: દેશી હાથ બનાવટની લોખંડની બંદૂક (હથિયાર નંગ-૧), કિંમત રૂપિયા ૫,૦૦૦/-પોલીસે આરોપી વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરીમાં એલ.સી.બી. મોરબીના ઇન્ચાર્જ પી.આઈ. આર.સી.ગોહિલ, પી.એસ.આઈ. બી.ડી.ભટ્ટ, પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. વી.જી.માલાણી તથા એલ.સી.બી./પેરોલ ફ્લો સ્ક્વોડના અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!