GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળિયાના મોટા દહીંસરા ગામે વડીલોપાર્જીત જમીન પ્લોટ બાબતે એક સમાજના બે પક્ષો વચ્ચે મારામારી

 

MALIYA (Miyana) માળિયાના મોટા દહીંસરા ગામે વડીલોપાર્જીત જમીન પ્લોટ બાબતે એક સમાજના બે પક્ષો વચ્ચે મારામારી

 

માળિયાના મોટા દહીંસરા ગામમાં વડીલોપાર્જિત જમીન મામલે ચાલતા મનદુઃખનો ખાર રાખીને તેર આરોપીઓએ લોખંડ સળિયા, ટામી, સોરીયું, અને પાઈપ સહિતના હથિયારો સાથે મારામારી કરી હતી તેમજ યુવાનની કારના કાચ તોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે


માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી વિજયભાઈ હમીરભાઈ પરમારે આરોપીઓ અજય છગન પરમાર, છગન કાનજી પરમાર, જીતેશ કાનજી પરમાર, રમેશ કાનજી પરમાર, નરેશ કાનજી પરમાર, કાનજી મુળુ પરમાર, શૈલેશ સવજી પરમાર, પીન્ટુ વિનોદ પરમાર, શિવા મુળુ પરમાર, હીરા મુળુ પરમાર અને સુરેશ બુટા બાંભવા રહે બધા મોટા દહીંસરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૩ ના રોજ ફરિયાદીના ભાયું કુટુંબના માણસો જેની સાથે કોઈપણ જાતનો સંબંધ નથી જેમાં આરોપીઓ છગન કાનજી પરમારનો દીકરો અજય બાઈક લઈને ઘર પાસે રોડ પર આવી ગાળો બોલવા લાગ્યો જેથી મોટાભાઈ મુનાભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી જેથી નીકળી ગયો બાદમાં નવેક વાગ્યે અજય તેના કુટુંબી જીતેશ, રમેશ, નરેશ, કાનજી, શૈલેશ, પીન્ટુ, પંકજ, શામજી, શિવા અને હીરા તેમજ અજયના પિતા છગન, અજયનો મિત્ર સુરેશ બાંભવા સહિતના હથિયારો સાથે આવી ગાળો બોલી ઝઘડો ક્ર્વાલાગ્યા હતા અજય ઉશ્કેરાઈ મુનાભાઈને ગાળો આપી આજ તો તમને બધાને જાનથી મારી નાખવા છે કહીને હાથમાં રહેલ ધોકાનો ઘા મારતા મુનાભાઈ નીચે પડી ગયા અને અજયે મુનાભાઈને મારી નાખવાના ઈરાદે ઘોકાનો ઘા માથામાં માર્યો અને અન્ય ઇસમો મુનાભાઈને આડેધડ મારતા હતા જેથી ફરિયાદી વિજય અને પિતાજી બંને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ ટામીનો છૂટો ઘા મારી વિજયને પછાડી દીધો હતો અન્ય ઇસમોએ લોખંડ સળિયા વડે આડેધડ મારવા લાગ્યા જેથી ફરિયાદીને ઈજા પહોંચી હતી અને ફરિયાદીને ધસડીને તેમજ બાપુજીને આરોપી શિવા અને કાનજીએ સોરીયા વડે માથામાં મારી ધોકા વડે માર માર્યો હતો
આરોપીઓએ જાનથી મારી નાખવાના ઈરાદે હાથમાં રહેલ હથિયારોથી આડેધડ માર માર્યો હતો અને માતાને પણ ઢીકા પાટું મારી ઈજા કરી હતી આરોપી અજય કુટુંબી સગા થતો હોય જેને વડીલોપાર્જિત જમીન પ્લોટ બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હોવાનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી, તેના ભાઈ, પિતા અને માતાને માર મારી ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વઘુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!