MALIYA (Miyana):માળિયા (મિંયાણા)માં પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ માંગનાર પોલીસકર્મીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી કોર્ટ!
MALIYA (Miyana):માળિયા (મિંયાણા)માં પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ માંગનાર પોલીસકર્મીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી કોર્ટ!
હવે અરજી નાં આધારે ભ્રષ્ટાચાર ની તપાસ કરવાની બુલંદ માંગ!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ભ્રષ્ટાચાર દેશ નેં આર્થિક રીતે નબળો પાડી રહ્યો છે દેશ નાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાવા દેશ નાં નાગરિકો નેં આહવાન કર્યું છે તેમ જ ભ્રષ્ટાચારીઓ નેં દેશ નાં ગદાર ગણાવ્યા છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના કડક પગલા પણ લેવાઇ રહ્યા છે અને લાંચ લેતા પકડાઇ તેને કડક સજા થાય તેની એસીબી તકેદારી પણ રાખે છે તેનું પ્રમાણ મળ્યું છે માળીયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪ માં પાસપોર્ટ વેરિફિકેશન બાબતે લાંચ માં પકડાયેલા પોલીસ કર્મચારીને નામદાર કોર્ટે પાંચ વર્ષની કડક સજા ચુકાદો આપ્યો છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ માળિયાં મિયાણા પોલીસ સ્ટેશનના કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી લાંચની માંગણી કરી હોય અને જે એસીબીના છટકામાં આબાદ ઝડપાયા હતાં જે લાંચ કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. આ કેસમાં
ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉ રહે. જૈન દેરાસર સામે માળિયાં મિયાણા વાળાના ભાઈના પત્ની પુજાબેનને નૈરોબી જવાનું નક્કી થતા પાસપોર્ટ બનાવવા માટેની પ્રોસેસ કરી હતી અને તારીખ ૧૭-૩-૨૦૧૪ ના રોજ માળિયાં મિયાણા પોલીસ સ્ટેશનમાંથી ભાઈના પત્ની પુજાબેનને ફોન આવતા ગયા હતા અને પોલીસ વાળા અમરતભાઈએ સહી લીધી. બાદમાં રૂપિયા પાંચસો આપવા કહ્યું હતું જેથી ચલણ ફી તો ભરી દીધી છે? શેના રૂપિયા માંગો છો ? કહેતા અમરતભાઈએ પાસપોર્ટ ઇન્ક્વાયરીને લગતી કામગીરી કરેલી છે જેથી વહેવાર પેટે રૂપિયા પાંચસો આપવા પડશે નહીતર પાસપોર્ટ બનશે નહિ
તેવું જણાવી દીધું હતું .
જે લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીમાં ફરિયાદ કરી હતી અને છટકું ગોઠવી લાંચિયા પોલીસ કર્મચારીને ઝડપી લેવાયો હતો જે કેસ સ્પેશ્યલ જજ (એ.સી.બી.) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કોર્ટમાં સાત મૌખિક અને પાંત્રીસ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે માળિયા (મી.) પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઈ માવજીભાઈ મકવાણાને કસુરવાન ઠેરવ્યો હતો અને પાંચ વર્ષ ની કડક સજા અને દંડ સહિત નો ચુકાદો આપ્યો છે. અહીં એ વાત જણાવી દઈએ કે આ કાર્યવાહી લાંચ લેતા પકડાયાં હોય તેની વિરુદ્ધ ની છે જે કુલ ભ્રષ્ટાચાર નાં બે કે ત્રણ ટકા કામગીરી છે ત્યારે હવે નામદાર સુપ્રીમ કોર્ટે પણ સાંયોગિક પુરાવા નાં આધારે પણ ભ્રષ્ટાચાર ની તપાસ કરવાની અને સજા થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવું જણાવ્યું છે ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધની અરજી એસીબી કે તકેદારી આયોગ નેં આપવામાં આવે ત્યારે નક્કર પુરાવા માંગવા નાં બદલે સાંયોગિક પુરાવા નાં આધારે તપાસ કરીને કસુરવારો નેં સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી બુલંદ માંગ ઉઠી છે.