MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયાના મોટા દહીંસરામાં સ્વીફ્ટ કારમાંથી રૂ. ૪.૦૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 

MALIYA (Miyana):માળીયાના મોટા દહીંસરામાં સ્વીફ્ટ કારમાંથી રૂ. ૪.૦૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ટાફને પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ પર નજર રાખવા દરમિયાન એક મોટી સફળતા મળી છે. માળીયા (મીં) તાલુકાના મોટા દહીંસરા ગામે જાહેરમાં પાર્ક કરેલી એક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની કુલ ૨૨૨ બોટલો સાથે રૂ. ૭.૦૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મોરબી એલ.સી.બી. અને પેરોલ સ્ટાફની ટીમ માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સ્ટાફને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોટા દહીંસરા ગામના વિવેકાનંદનગર ખાતે રહેતો જીતુભા જીવુભા જાડેજા નામનો શખ્સ પોતાના કબજાની સ્વીફ્ટ કાર (નંબર-GJ-10-BG-5225) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વિવેકાનંદ નગર પાસે એક બાવળની કાંટમાં છુપાવીને રાખ્યો છે.

બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક તે સ્થળે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં પાર્ક કરેલી સ્વીફ્ટ કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કીની કુલ ૨૨૨ નંગ બોટલો મળી આવી હતી.કુલ રૂ. ૭.૦૩ લાખનો મુદ્દામાલ જપ્ત

વિદેશી દારૂ (સ્કોચ વ્હિસ્કી): ૨૨૨ બોટલો (કિંમત રૂ. ૪,૦૩,૫૫૪/-) સ્વીફ્ટ કાર: કિંમત રૂ. ૩,૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૭,૦૩,૫૫૪/- ‘પોકેટકોપ’ એપ્લિકેશનથી ખુલ્યું ખોટી નંબર પ્લેટનું કૌભાંડ પોલીસે ઘટનાસ્થળેથી ઝડપાયેલી સ્વીફ્ટ કારના એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે મોબાઈલ ફોનમાં રહેલી ‘પોકેટકોપ’ (PocketCop) એપ્લિકેશન મારફતે ઓનલાઈન તપાસ કરી હતી. આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે કાર પર લગાવેલી નંબર પ્લેટ (GJ-10-BG-5225) તદ્દન ખોટી હતી. આરોપી આ નંબર પ્લેટ ખોટી હોવાનું જાણતો હોવા છતાં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેનો અસલી તરીકે ઉપયોગ કરી રહ્યો હતો.ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવા બદલ અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા બદલ આરોપી વિરૂદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!