MALIYA (Miyana): માળિયા હાઈવે પર ગોઝારો અકસ્માત: માતાના મઢથી દર્શન કરી પરત ફરતા દીવના પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ૪ ના કરુણ મોત







MALIYA (Miyana): માળિયા હાઈવે પર ગોઝારો અકસ્માત: માતાના મઢથી દર્શન કરી પરત ફરતા દીવના પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ૪ ના કરુણ મોત




કચ્છમાં માતાના મઢે દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહેલા દીવના એક શ્રદ્ધાળુ પરિવારને માળિયા હાઈવે પર કાળ આંબી ગયો છે. માળિયા મિયાણાના હરિપરના પાટિયા પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૮ વર્ષના માસૂમ બાળક સહિત કુલ ૪ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ટાયર ફાટતા કાર બેકાબુ બની સામેની સાઈડમાં ઘૂસી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, દીવનો રહેવાસી કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્છ ખાતે આવેલા પ્રખ્યાત શ્રદ્ધા કેન્દ્ર માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો. દર્શન પૂરા કરીને પરિવાર જ્યારે ખુશી-ખુશી દીવ પરત ફરી રહ્યો હતો, ત્યારે માળિયા હાઈવે પર હરિપરના પાટિયા પાસે તેમની ઈકો કારનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડના રોડ પર ઘૂસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.કારનો કચ્ચરઘાણ વળ્યો, ૩ લોકોના નામ જાહેર આ ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં કુલ ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકોમાં શામેલ ત્રણ વ્યક્તિઓની ઓળખ નીચે મુજબ થઈ છે મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડિયા જિયાન્સુ મનોજભાઈ કાપડિયા (ઉંમર વર્ષ: ૮) કંચનબેન વિરજીભાઈ બાંભણીયા ઈજાગ્રસ્તોની સ્થિતિ: અકસ્માતમાં જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા અને વૈદશ્રી મનોજભાઈ કાપડિયા (ઉંમર વર્ષ: ૧૨)ને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સ્થાનીક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા સુરજબારી ટોલ નાકાની બ Rescue ટીમ અને ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.મૃતકોને સૌપ્રથમ માળિયાની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યારબાદ ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



