MALIYA (Miyana) :માળિયા(મી.) નજીકથી બોલેરો ગાડીમાં ૭ પાડાને લઇ જતા બે ઇસમો ઝડપાયા
MALIYA (Miyana) :માળિયા(મી.) નજીકથી બોલેરો ગાડીમાં ૭ પાડાને લઇ જતા બે ઇસમો ઝડપાયા
માળિયા-કચ્છ નેશનલ હાઈવે પર બોલેરો ગાડીમાં દયનીય હાલતમાં બાંધી ૭ પાડાને લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને બોલેરો અને પશુ સહીતનો મુદામાલ કબજે લીધો છે
માળિયા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટેલ પાસેથી સફેદ કલરની બોલેરો ગાડી જીજે ૧૨ સીટી ૮૩૯૯ ના ઠાઠામાં નાના મોટા પાડા નંગ ૭ ને ઠસોઠસ ભરી દયનીય હાલતમાં ક્રુરતાપૂર્વક રાખી પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે પાડા જીવ નંગ ૭ કીમત રૂ ૨૧,૦૦૦ અને બોલેરો કીમત રૂ ૩ લાખ અને મોબાઈલ સહીત કુલ રૂ ૩,૩૧,૦૦૦ નો મુદામાલ કબજે લીધો હતો
માળિયા પોલીસે આરોપી અનવર અબ્દુલેમાન શેખ રહે શેખ વાંઢ તા. ભુજ અને સકલીન હાજીરાયધણ જત રહે સવાણીવાઢ સેરાડા મોટા ભગાડીયો તા. ભુજ એમ બે ઇસમોને ઝડપી લઈને આરોપીઓ વિરુદ્ધ પ્રાણી પ્રત્યે ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે