MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા( મી.) દેરાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા માસૂમ બાળકીનું મોત નિપજ્યું
MALIYA (Miyana):માળીયા( મી.) દેરાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા માસૂમ બાળકીનું મોત નિપજ્યું
માળીયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મેર પર ચડી જતા ઈલેક્ટ્રીક શોક લાગતા પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ગામના વતની અને હાલ માળિયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામે રહેતા રમેશભાઇ ભીલની ૦૫ વર્ષની પુત્રી મીનાબેન દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મેર પર ચડી જતા ઈલેક્ટ્રીક શોક લાગતા બાળકિનુ મોત નિપજ્યું હતું.જેથી આ બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.