GUJARATPANCHMAHALSHEHERA

કાંકણપુરની જે.એલ.કે. કોટેચા કોલેજમાં ગ્રંથપાલ ડૉ. શૈલેષ પટેલનો વિદાય સમારંભ યોજાયો

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

કાંકણપુર ખાતે આવેલી શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજના ગ્રંથપાલ ડૉ. શૈલેષભાઈ પટેલનો વિદાય સમારંભ બી.એડ. કોલેજના હોલમાં ભાવભીના વાતાવરણમાં યોજાઈ ગયો. ડૉ. પટેલે કોલેજમાં ૩૦ વર્ષ સુધી ગ્રંથપાલ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી.મહાનુભાવોની ઉપસ્થિતિ આ વિદાય સમારંભમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ, કોલેજના આચાર્ય ડૉ. જગદીશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો, અધ્યાપકો, સ્ટાફના સભ્યો અને ડૉ. પટેલના સગા-સંબંધીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરાયું. કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ડૉ. શૈલેષભાઈની સેવાઓને બિરદાવી હતી. સ્ટાફના સભ્યોએ ડૉ. શૈલેષભાઈ સાથેના ૩૦ વર્ષના સંભારણા વાગોળી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ડૉ. શૈલેષભાઈનું કોલેજ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી બુકે, શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કુલપતિ હરિભાઈ કાતરિયાએ તેમના વક્તવ્યમાં નવી શિક્ષણ નીતિ અને વ્યવસાયલક્ષી શિક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રવીણભાઈ અમીને કુશળતાપૂર્વક કર્યું હતું, જ્યારે આભાર વિધિ ડૉ. જયંતીભાઈ પટેલે કરી હતી. અંતે, રાષ્ટ્રગાન સાથે આ વિદાય સમારંભનું સમાપન કરવામાં આવ્યું હતું. ડૉ. શૈલેષભાઈ પટેલે કોલેજને આપેલી ૩૦ વર્ષની સેવા બદલ સૌએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!