MALIYA (Miyana):માળિયા મિયાણા: ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાની શંકાએ યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો





MALIYA (Miyana):માળિયા મિયાણા: ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાની શંકાએ યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે મચ્છુ નદીના કાંઠે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવા જેવી સામાન્ય શંકાના આધારે એક ૧૮ વર્ષીય યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મામલે માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, માળિયા મિયાણાના ખારાવાંઢ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુનુસ સાવદીનભાઈ મોવર (ઉ.વ.૧૮) પર આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોને એવી શંકા હતી કે યુનુસ તેમની દીકરીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે. આ ખોટા વહેમમાં રાખીને આરોપીઓએ યુવકને નિશાન બનાવ્યો હતો.
આરોપીઓએ હરિપર ગામ પાસે મચ્છુ નદીના કાંઠે યુનુસ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ મામલો બિચકતા આરોપીઓએ યુનુસને પકડી રાખી ધોકા વડે બેફામ માર માર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ છરીના હાથા વડે યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ભોગ બનનાર યુવકે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે: ૧. સલીમ સુભાનભાઈ કટીયા (રહે. નવજીવન હોટલ પાસે, માળિયા) ૨. સદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટીયા (રહે. નવજીવન હોટલ પાસે, માળિયા) ૩. ફારૂકભાઈ (રહે. નવા અંજીયાસર)માળિયા મિયાણા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


