MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળિયા મિયાણાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં પરિવાર પર હુમલો: ઘરમાં તોડફોડ કરી આગ ચાંપી, ૧ લાખનું નુકસાન

 

MALIYA (Miyana) માળિયા મિયાણાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં પરિવાર પર હુમલો: ઘરમાં તોડફોડ કરી આગ ચાંપી, ૧ લાખનું નુકસાન

 

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવત રાખીને એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે. ઉશ્કેરાયેલા શખ્સોએ પરિવારના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, કુહાડી અને ત્રિકમ વડે તોડફોડ મચાવી હતી અને ત્યારબાદ ઘરવખરીને આગ ચાંપી દીધી હતી. આ હિંસક ઘટનામાં આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. માળિયા મિયાણા પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, ખાખરેચી ગામે રહેતા ૪૨ વર્ષીય નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણાએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નરેશભાઈના ભત્રીજાએ (ભાઈના દીકરાએ) ગામમાં જ રહેતા એક પરિવારની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન બાબતનું મનદુઃખ રાખીને યુવતીના પરિવારજનો અવારનવાર ખાર રાખતા હતા.

આ જ અદાવતનો ખાર રાખીને આરોપીઓએ નરેશભાઈના મોટાભાઈ નવઘણભાઈના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ (અપ-પ્રવેશ) કર્યો હતો. આરોપીઓએ નવઘણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ઘરમાં રહેલી ચીજવસ્તુઓ પર કુહાડી અને ત્રિકમ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કરી ભારે તોડફોડ મચાવી હતી. ત્યારબાદ સમગ્ર ઘરમાં આગ ચાંપી દીધી હતી, જેને કારણે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ અને તોડફોડના કારણે પીડિત પરિવારને આશરે રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ) નું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ નરેશભાઈ ઉચાણાની ફરિયાદના આધારે માળિયા મિયાણા પોલીસે ખાખરેચી ગામના જ રહેવાસી એવા ત્રણ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે:૧. ઓસમાન અલારખા મોકરસી ૨. અમીના ઓસમાન મોકરસી ૩. સહમાહેનૂર ઓસમાન મોકરસી પોલીસે ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે હુમલો, આગજની, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની અટકાયત કરવા અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!