MALIYA (Miyana):માળિયા કંડલા હાઈવે પરથી ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરતા બે બોલેરો સાથે ચાર શખ્સો ઝડપાયા
MALIYA (Miyana):માળિયા કંડલા હાઈવે પરથી ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરતા બે બોલેરો સાથે ચાર શખ્સો ઝડપાયા
માળિયા કંડલા હાઈવે રોડ પરથી ગેરકાયદે અબોલ જીવ બે બોલેરો પીકઅપમાં ભરી હેરાફેરી કરનાર ચાર ઇસમોને ઝડપી લઈને ગૌરક્ષકોની ટીમે મુદામાલ પોલીસને સોપ્યો હતો જેથી માળિયા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ શીવાભાઈ મૈયરાએ આરોપીઓ અબ્દુલ મીઠન જત, વલીમહમદ મહમદઅલી જત, નસીબખાન અબ્દુલસલામ જત અને અમીરહસન નુરમહમદ જત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૧૨ બીઝેડ ૪૨૨૪ અને જીજે ૧૨ બીવાય ૬૩૧૩ વાળીમાં કુલ ભેંસ અને પાડા જીવ નંગ ૨૧ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી ખીચોખીચ ભરી બોલેરોમાં પાણી કે ઘાસચારાની વ્યવસ્થા ના રાખી હેરાફેરી કરતા મળી આવ્યા હતા ગૌરક્ષકોની ટીમે કુલ ૧૦.૨૪ લાખનો મુદામાલ જપ્ત કરી માળિયા પોલીસને સોપ્યો હતો જે મુદામાલ કબજે લઈને માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી છે